નાની ઉંમરે રોકાણ શરૂ કરવાના પાંચ કારણો

નાની ઉંમરે રોકાણ શરૂ કરવાના પાંચ કારણો

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

લોકો ઘણીવાર રોકાણ શરૂ કરવા માટે જીવનના પાછલા ચરણ સુધી રાહ જુએ છે, ભલે તેમનું આર્થિક ભાવિ સુરક્ષિત કરવાનો તે સૌથી ઓછો અસરકારક માર્ગ હોય. પહેલી વખત નોકરીમાં જોડાય તેઓ પોતાના ભવિષ્યનું પ્લાનિંગ કરવા કરતાં તેમની જીવનશૈલીમાં સુધારો લાવવા પર ધ્યાન આપે તે બહુ સામાન્ય બાબત છે. બીજા શબ્દોમાં કહીએ તો, તેઓ જીવનના પાછલા ચરણ સુધી રોકાણ કરવાનું શરૂ કરતા નથી.

રોકાણ શરૂ કરવા માટે ભલે ક્યારેય મોડું ન થયું કહેવાય, પરંતુ વહેલા રોકાણ શરૂ કરવાના ઘણા ફાયદા છે. તેમજ, જીવનની શરૂઆતના ચરણમાં રોકાણ કરવાથી યુવા રોકાણકારોને તેમના પ્રોફેશનલ પ્રવાસની શરૂઆતમાં ઓછી જવાબદારીઓ હોવાથી જીવનમાં પાછળથી રોકાણ કરવાની સરખામણીએ વધુ બચત કરવામાં મદદ મળી શકે છે.  

ચાલો, નાની ઉંમરે રોકાણ શરૂ કરવાના પાંચ મુખ્ય કારણો જોઇએ:

  1. કમ્પાઉન્ડિંગની શક્તિનો આનંદ લો 

વહેલું રોકાણ કરવાનો સૌથી નોંધપાત્ર ફાયદો એ છે કે તમારી પાસે વધારાનો સમય છે. કમ્પાઉન્ડિંગની મદદથી, તમે સમય જતાં તમારા રોકાણમાં વધારો કરી શકશો તેવી વધુ સારી શક્યતા છે. જ્યારે તમારું વળતર કમ્પાઉન્ડ થાય છે, ત્યારે તમે તમારા રોકાણો પર જે વ્યાજ મેળવો છો તે વધુ વળતર જનરેટ કરવા માટે ફરીથી રોકાણ કરવામાં આવે છે.

ચાલો એક ઉદાહરણ જોઇએ:

ધારો કે, તમને તમારો પહેલો પગાર મળે ત્યારે તમે 25 વર્ષની ઉંમરે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન શરૂ કરો છો. તમે વાર્ષિક 10%ના સરેરાશ વળતર પર રૂ. 1000ની SIP રકમ સાથે શરૂઆત કરો છો.

તમારી ઉંમર

તમારા રોકાણના વર્ષ

રોકાણ કરેલ રકમ (રૂ.)

કુલ સિલક મેળવી (રૂ.)

35

10 વર્ષ

1.2 લાખ

2.05 લાખ

45

20 વર્ષ

2.4 લાખ

7.59 લાખ

55

30 વર્ષ

3.6 લાખ

22.6 લાખ

60

35 વર્ષ

4.2 લાખ

37.97 લાખ

*આ માત્ર એક ઉદાહરણ છે. કોષ્ટકમાં દર્શાવેલા વળતર એકદમ કાલ્પનિક છે અને માત્ર ઉદાહરણના ઉદ્દેશ માટે છે. મ્યુચ્યુઅલ ફંડ્ઝ કોઇ નિશ્ચિત દરનું વળતર ઓફર કરતા નથી.

તમે જોઇ શકો છો તેમ, રૂ. 1,000નું રોકાણ પણ તમને લાંબાગાળે નોંધપાત્ર સંપત્તિ બનાવવામાં મદદ કરી શકે છે.

અહીં, એ પણ નોંધવું અગત્યનું છે કે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ ઉચ્ચક રોકાણોને પણ લાગુ પડે છે.

  1. તમારી જોખમ લેવાની ક્ષમતામાં સુધારો

જોખમનો સીધો સંબંધ તેમાંથી મળતા વળતર સાથે હોય છે તે બાબતે કોઇ જ શંકા નથી. લાંબા ગાળાનું રોકાણ તમને તમારા જોખમને વધુ સારી રીતે સંચાલિત કરવામાં મદદ કરી શકે છે. તમે યુવાન હોવ, ત્યારે તમારી પાસે વધુ જોખમી માર્ગોમાં રોકાણ કરવાની અને તમારી ઉંમર વધે ત્યારે જોખમ ઓછું કરવાની પસંદગી હોય છે. જેમ જેમ તમારી ઉંમર વધે તેમ, EMI, બાળકોનું શિક્ષણ, મોર્ગેજ વગેરે જેવી વધતી જતી જવાબદારીઓને લીધે ઊંચા જોખમો લેવાનું તમારા માટે મુશ્કેલ થઇ શકે છે. વહેલું રોકાણ કરવાથી તમને જોખમો ઘટાડવાની અને કોઇપણ નાણાકીય તણાવ વિના સંપત્તિ બનાવવાની તક મળે છે.

  1. નુકસાનનું સંચાલન કરવાનું સરળ થઇ જાય છે

જ્યારે તમે વહેલી શરૂઆત કરો છો, ત્યારે સમય તમારી તરફેણમાં હોય છે. ઓછી માહિતી સાથેના નિર્ણયો અથવા બજારની અસ્થિરતાને કારણે નુકસાન થઇ શકે છે. જો જરૂર હોય તો તમે તમારા રોકાણના અભિગમની સમીક્ષા કરી શકો છો અને નુકસાનને વધુ સારી રીતે મેનેજ કરી શકો છો. ઉદાહરણ તરીકે, બજારોમાં અસ્થિરતા હોય તેવા કિસ્સામાં, તમે મ્યુચ્યુઅલ ફંડમાં SIP કરીને તેને મેનેજ કરવા માટે વધુ સારી રીતે સજ્જ હોઇ શકો છો. તમે SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું શરૂ કરો છો, ત્યારે તમે મૂળભૂત રીતે જ્યારે બજાર નીચું હોય ત્યારે વધુ યુનિટ અને જ્યારે બજાર ઊંચું હોય ત્યારે ઓછા યુનિટ ખરીદીને તમારા રોકાણની કિંમતને એવરેજ કરી શકો છો.આને રૂપિયાની એવરેજ કહેવાય છે. જો તમે રોકાણ કરવાની વહેલી શરૂઆત કરો, તો રૂપિયાની કિંમતની સરેરાશ તમને તમારું નુકસાન વધુ સારી રીતે મેનેજ કરવામાં મદદ કરી શકે છે.

  1. માહિતસભર નિર્ણયો લો

તમારી પાસે વધુ સમય હોય, ત્યારે તમે રોકાણના વિવિધ વિકલ્પો સરખાવી શકો છો અને જોખમો ઘટાડવા તેમજ તમારા વળતરને વધારવા માટે તમારા રોકાણોને સમય આપીને જ્યારે પણ જરૂરી હોય ત્યારે તમારા પોર્ટફોલિયોને રીબેલેન્સ કરી શકો છો. આ ઉપરાંત, વહેલા તબક્કે રોકાણ કરવાથી તમને અજમાયશ અને સુધારણા માટે વધુ સમય સાથે બજારની ચાલ સમજવામાં મદદ મળે છે અને જીવનમાં પાછલા ચરણમાં રોકાણ કરવાનો તમારો તણાવ અથવા ડર ઓછો થાય છે.

  1. વહેલી નિવૃત્તિનું લક્ષ્ય પૂરું કરો

જો તમે વહેલું અને રોકાણના યોગ્ય માર્ગોમાં રોકાણ કરો, તો તમારા નિવૃત્તિના લક્ષ્યને ઝડપથી પ્રાપ્ત કરવું શક્ય છે.

ધારો કે, તમે વહેલા નિવૃત્ત થવા માટે રૂ. 1 કરોડના આંકડા સુધી પહોંચવા માંગો છો.

25 વર્ષની ઉંમરે રોકાણ કરવાનું શરૂ કરો છો

35 વર્ષની ઉંમરે રોકાણ કરવાનું શરૂ કર્યું

SIP રકમ (રૂ.)

10,100

SIP રકમ (રૂ.)

10,100

વળતરનો અનુમાનિત દર

12%

વળતરનો અનુમાનિત દર

12%

રોકાણ કરેલ રકમ (રૂ.)

24.24 લાખ

રોકાણ કરેલ રકમ (રૂ.)

12.12 લાખ

45 વર્ષની ઉંમરે અંતિમ સિલક (રૂ.)

1 કરોડ

45 વર્ષની ઉંમરે અંતિમ સિલક (રૂ.)

23.5 લાખ

*આ માત્ર એક ઉદાહરણ છે. કોષ્ટકમાં દર્શાવેલા વળતર એકદમ કાલ્પનિક છે અને માત્ર ઉદાહરણના ઉદ્દેશ માટે છે. મ્યુચ્યુઅલ ફંડ્ઝ કોઇ નિશ્ચિત દરનું વળતર ઓફર કરતા નથી.

ઉપરના ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ, વહેલું રોકાણ કરવાથી તમને તમારી લક્ષ્યાંકિત રકમ સુધી ઝડપથી પહોંચવામાં મદદ મળી શકે છે અને તમને વહેલી નિવૃત્તિ (અથવા અન્ય કોઇ લક્ષ્ય) મેળવવામાં પણ મદદ મળી શકે છે.

તારણ 

તમારું રોકાણ વહેલું શરૂ કરવાના ઘણા ફાયદા છે. એક યુવાન રોકાણકાર તરીકે, તમે બજારમાં વિતાવેલા સમયનો લાભ લઇ શકો છો, જે તમારા નાણાકીય લક્ષ્યોને ઝડપથી પહોંચી વળવા સાથે જોખમનું સંચાલન કરવામાં અને ઇમરજન્સી ફંડ બનાવવામાં મદદ કરે છે. આમ, જો તમે તમારા રોકાણમાં વૃદ્ધિ થવાની તકો વધારવા માંગતા હોવ, તો નાની ઉંમરે રોકાણ કરવાનું શરૂ કરો તે તદ્દન યોગ્ય છે.

અસ્વીકરણઃ

મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.

286
હું રોકાણ કરવા માટે તૈયાર છું